અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર સ્પોર્ટ્સ બાઈક રેલિંગ સાથે ભટકાય, એક યુવાનનું મોત

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ નજીક બાઇક રેલિંગ સાથે ભટકાતા બાઈક સવાર બે યુવાન પૈકી એકનું મોત હતું જ્યારે અન્ય યુવાને સારવાર ખસેડવામાં આવ્યો છે.

New Update
અંકલેશ્વરમાં સર્જાયો અકસ્માત
Advertisment
સુરવાડી રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો
સ્પોર્ટ્સ બાઈક રેલિંગ સાથે ભટકાય
બાઈક સવાર એક યુવાનનું મોત
એક યુવાન સારવાર હેઠળ
અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ નજીક બાઇક રેલિંગ સાથે ભટકાતા બાઈક સવાર બે યુવાન પૈકી એકનું મોત હતું જ્યારે અન્ય યુવાને સારવાર ખસેડવામાં આવ્યો છે.
Advertisment

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી રેલવે ઓવર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો.ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ પાસે રહેતા અશ્વિન સોલંકી તેના મિત્ર પ્રવીણ પાટીલ સાથે તેમની સ્પોર્ટ્સ બાઈક લઇ અંકલેશ્વર સામાજિક પ્રસંગે  અર્થે આવ્યા હતા જે પૂર્ણ કરી તેઓ પરત ભરૂચ જઈ રહ્યા હતા તે દરમિયાન ટી બ્રિજ પર અંકલેશ્વર શહેરમાંથી ટી બ્રિજ જતા એપ્રોચ રોડ નજીક ટર્ન લેતા બાઈક રેલિંગમાં ભટકાઈ હતી અને સ્લીપ થઈ ગઈ હતી.અકસ્માતમાં બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા.આ દ્રશ્યો જોતા 108 એમબ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર ઇજાના પગલે અશ્વિન સોલંકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે પ્રવીણ પાટીલ નામનો યુવાન હાલ સારવાર હેઠળ છે.બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories