અંકલેશ્વર: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, ટ્રકમાં ઉનની આડમાં લઈ જવાતો રૂ.70 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પોલીસે ટ્રકમાંથી રૂપિયા 70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 7896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રકચાલક અને રાજસ્થાનના રહેવાસી પીન્ટુ સિંહ નટુસિંગ રાવતની ધરપકડ કરી

New Update
  • અંકલેશ્વરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી રેડ

  • નેશનલ હાઇવે પરથી ઝડપાયો વિદેશી દારૂ

  • રૂ.70 લાખના દારૂ સાથે આરોપીની ધરપકડ

  • ટ્રકમાં ઉનની આડમાં લઇ જવાતો હતો દારૂ

  • રૂ.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રકમાં ઊનની આડમાં લઈ જવાતો રૂપિયા 70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પરથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ મૂલડ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પ્રથમ તો ઉનનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે ચોકસાઈ પૂર્વક તપાસ કરતા ઉનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી રૂપિયા 70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 7896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રકચાલક અને રાજસ્થાનના રહેવાસી પીન્ટુ સિંહ નટુસિંગ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.જ્યારે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 90. 79લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.