અંકલેશ્વર: શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હોકી ટીમમાં પસંદગી પામ્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કૉલેજ હૉકીની સ્પર્ધા ઉત્તર ગુજરાત બીબીએ અને બીસીએ કૉલેજ સુરત દ્વારા VNSGU હૉકી ગ્રાઉન્ડ પર યોજાય હતી.

New Update
Vadodara
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કૉલેજ હૉકીની સ્પર્ધા ઉત્તર ગુજરાત બીબીએ અને બીસીએ કૉલેજ સુરત દ્વારા VNSGU હૉકી ગ્રાઉન્ડ પર યોજાય હતી.
જેમાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ની ટીમ ઉપ વિજેતા થઈ હતી જેમાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કૉલેજના 4 વિદ્યાર્થીઓ પાર્થિવ પટેલ,નીલ પટેલ, અભય ગુપ્તા અને રિગવ પટેલ યુનિવર્સિટીની હૉકી ટીમમાં પસંદગી પામ્યા છે અને નવેમ્બર મહિનામાં જયપુર યુનિવર્સિટી રાજસ્થાન મુકામે  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનું પ્રતિનિધિત્વ કરશે.કૉલેજના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ કૉલેજના આચાર્ય ડૉ. જી.કે.નંદા અને કૉલેજ પરિવાર તેમજ સંચાલક મંડળે અભિનંદન પાઠવ્યા હતા. શારીરિક શિક્ષણના અધ્યાપક, કોચ અને ટીમ મેનેજર તરીકે કૉલેજના પ્રા. ડૉ. મનેષ પટેલે સેવા આપી હતી.
Latest Stories