અંકલેશ્વર: રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે સુનિલ નેવેએ શપથગ્રહણ કર્યા

રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તરીકે રોટેરિયન સુનિલ નેવેએ શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે ઇનર વ્હીલ પ્રમુખ તરીકે હર્ષા જકરીયા બન્યા હતા.

New Update

રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તરીકે રોટેરિયન સુનિલ નેવેએ શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે ઇનર વ્હીલ પ્રમુખ તરીકે હર્ષા જકરીયા બન્યા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ગણેશ બેંકવેટ ખાતે રોટરી કલબ ઓફ અંકલેશ્વરનો 48મો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ઇનર વ્હીલ કલબના પ્રમુખ તરીકે હર્ષા જકરીયાને ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભાવિતા ડીઓરેએ શપથ લેવડાવ્યા હતા વિદાય લેતા પ્રમુખ કૈલાસ ગજેરાએ પ્રેસિડેન્ટ કોલર,પિન અર્પણ કર્યા હતા જ્યારે રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તરીકે રોટેરિયન સુનિલ નેવેને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઈલેકટ તુષાર શાહએ શપથ લેવડાવ્યા હતા.આ શપથ ગ્રહણ સમારોહમાં ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ઑ.એન.જી.સી.ના હેડ વિજયકુમાર ગોખલે,બૌડાના સી.ઇ.ઑ એન.આર.ધાંધલ તેમજ  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories