New Update
અંકલેશ્વરમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ
તાલુકા ભાજપ દ્વારા આયોજન
યુપીએલ કંપનીનો સહયોગ સાંપડ્યો
સ્મશાન નજીક કરવામાં આવી સાફ સફાઈ
ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા
અંકલેશ્વર તાલુકા ભાજપ ,યુપીએલ કંપની અને જુના બોરભાઠા ગામના ગ્રામજનો દ્વારા સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ સ્મશાન પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ, યુપીએલ કંપની અને જુના બોરભાઠા બેટના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ ગામના સ્મશાન પાસે સાફસફાઈ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ ,ગામના સરપંચ પંકજ પટેલ ભાજપના હોદ્દેદારો ગુજરાતી શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ , યુ.પી.એલ.કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories