અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ખરોડ નજીક ટેન્કર પલટી જતા અકસ્માત,ચાલકને ઇજા

અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અને સુરત-ભરૂચ ટ્રેક ઉપર સમારકામની કામગીરીને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું

New Update
Kharod Truck Accident
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી પાસે  બેકાબુ બનેલ ટેન્કર પલ્ટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ બનાવમાં ટેન્કર ચાલકને ઈજા પહોંચી હતી. ટેન્કર ચાલક પોતાનું ટેન્કર  લઇ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ખરોડ ચોકડી પાસે બેકાબુ ટેન્કર માર્ગની બાજુમાં પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અને સુરત-ભરૂચ ટ્રેક ઉપર સમારકામની કામગીરીને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું જો કે જીલ્લા ટ્રાફિકની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.