અંકલેશ્વર: ચેક બાઉન્સના ગુનામાં છ માસની સજા પામેલ આરોપીની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર શહેર બી ડિવિઝનના કર્મચારીઓ દ્વારા એડી.સિનિયર સિવિલ જજ & એ.સી.જે.એમ કોર્ટ અંકલેશ્વર દ્વારા NEGOTIABLE INSTRUMENT ACT 1881 મુજબ

New Update
Screenshot_2025-01-31-08-01-47-56_439a3fec0400f8974d35eed09a31f914
અંકલેશ્વર શહેર બી ડિવિઝનના કર્મચારીઓ દ્વારા એડી.સિનિયર સિવિલ જજ & એ.સી.જે.એમ કોર્ટ અંકલેશ્વર દ્વારા NEGOTIABLE INSTRUMENT ACT 1881 મુજબ ચેક બાઉન્સમા ૧૩૮માં ૨કમ ભરવામાં કસુર થયેલ આરોપી રિયાજ અહેમદ ઠારુન રસિદ મુલ્લા ૨ઠે આશિર્વાદ હોટલ પાસે વાલિયા ચોકડી અંકલેશ્વરને છ માસની મુદત સુધીની સાદી કેદની સજા ફરમાવવામા આવેલ જે આરોપી વિરુધ્ધ કોર્ટ દ્વારા સજા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો અને આરોપી પોલીસ પકડથી નાસતો ફરતો હોય જે અનુસંધાને નાસતા ફરતા આરોપીને બાતમી આધારે વાલિયા ચોકડી પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીને સબજેલમાં મોકલવામાં આવ્યો હતો
Latest Stories