અંકલેશ્વર: GIDCમાં ચાની કીટલી ચલાવનાર પિતાની દીકરીએ ધો.10બોર્ડમાં A-1ગ્રેડ હાંસલ કર્યો !

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને  સામાન્ય ચા કિટલી ચલવનારના દીકરીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં  શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.

New Update
  • આજે ધોરણ 10બોર્ડનું પરિણામ જાહેર

  • ચાની કીટલી ચલાવનારની દીકરી ઝળકી

  • A-1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો

  • દેશ સેવા કરવાનો લક્ષયાંક રાખ્યો

  • શાળા અને પરિવારનું નામ રોશન કર્યું

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને  સામાન્ય ચા કિટલી ચલવનારના દીકરીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં  શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી જયશ્રી દિનેશભાઈ રાજપુરોહિત શાળામાં પ્રથમ ક્રમાંક આવતા શાળામાં  ઉત્સાહ જોવા મળ્યો હતો.અંકલેશ્વરના દિનેશભાઈ રાજપુરોહિત  ઋષિ કોમ્પલેક્ષ ખાતે સામાન્ય ચા ની કીટલી ચલાવી ચાર  દીકરીઓનું ભરણપોષણ કરતા આવ્યા છે.મોટી દીકરી પણ બે દિવસ અગાઉ બારમા ધોરણમાં સારા એવા ટકાએ પાસ થઈ હતી. નાની દીકરી જયશ્રી એવન ગ્રેડમાં પાસ થઈ છે.માતા કવિતાબેન ઘરનું કામ કરે છે પિતા સવારે 4:00 વાગે ઉઠી ચા ની કીટલી ચલાવી ખૂબ મહેનત કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે.એસએસસી બોર્ડમાં પાસ થનાર જયશ્રી દેશની સેવા માટે આગળ વધવાનું સપનું જોઈ રહી છે.
Read the Next Article

અંકલેશ્વર: દેશના પ્રથમ પ્રાઇવેટ ટર્મિનલથી પહેલી ગુડ્ઝ ટ્રેનનું પ્રસ્થાન  ,200 એકરમાં ગ્રીનફિલ્ડ લોજીસ્ટીક પાર્ક તૈયાર કરાયો

અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરાયું હતું.મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રથમ ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી.

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • દેશના પ્રથમ ટર્મિનલનું કરાયુ નિર્માણ

  • પહેલી ગુડ્સ ટ્રેનનું પ્રસ્થાન કરાયુ

  • 200 એકરમાં ગ્રીનફિલ્ડ લોજીસ્ટીક પાર્કનું નિર્માણ

  • મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરાયું હતું.મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રથમ ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી.
વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોરના સહયોગથી અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે પ્રથમ પીએમ ગતિ મેમર્સ સાવરિયા શક્તિ દ્વારા શક્તિ કાર્ગો ટર્મિનલનું ડી.એફ.સી.સી.આઈ.એલના એમડી પ્રવીણના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ સિંગલ વિન્ડો સોલ્યુશન મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્કને પગલે સ્થાનિક ઉદ્યોગો તેમજ લોજીસ્ટીકને ઘણો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.ભરૂચ દેશના ઉધોગને જળ, જમીન, હવાઈ અને રેલ માર્ગે વેગ આપવા સજ્જ બની રહ્યું છે.પાનોલીમાં હાઇવે નજીક 200 એકરમાં ભારત સરકાર માન્ય ગ્રીનફિલ્ડ સાવરિયા શક્તિ મલ્ટી મોડલ લોજેસ્ટિક પાર્ક તૈયાર થઈ ગયો છે. અહીં ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર માન્ય ભારતનું પહેલું ટર્મિનલ પણ તૈયાર થઈ ગયું છે. જ્યાં 8 લાખ સ્કવેર ફૂટમાં વેરહાઉસ ઉભું કરાઈ રહ્યું છે. જેનો લાભ પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા, ભરૂચ, દહેજ જીઆઇડીસી સાથે દેશના અન્ય ઉધોગોને પણ મળશે.