અંકલેશ્વર: રીક્ષામાંથી મળેલ લેપટોપ ચાલકે પોલીસ મથકમાં જમા કરાવી પ્રામાણિકતાના દર્શન કરાવ્યા

અંકલેશ્વરના કસ્બાતીવાડ ખાતે રહેતા અખ્તર રહેમાન શેખ ગતરોજ અઢીથી 3 કલાક દરમિયાન અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રિક્ષા લઈ ઉભા હતા.

New Update

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે એક ઈસમ રિક્ષામાં  લેપટોપ મૂકી ચાલ્યો ગયો હતો ત્યારે રીક્ષા ચાલકે પ્રામાણિકતાના દર્શન કરાવી લેપટોપ પોલીસને સોંપ્યું હતું

અંકલેશ્વરના કસ્બાતીવાડ ખાતે રહેતા અખ્તર રહેમાન શેખ ગતરોજ અઢીથી 3 કલાક દરમિયાન અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રિક્ષા લઈ ઉભા હતા. અને ચા પીવા માટે ગયા હતા તે સમયે કોઈક ઈસમ લેપટોપ ભરેલ બેગ મૂકી જતો રહ્યો હતો રિક્ષા ચાલકે આખો દિવસ લેપટોપ પોતાની પાસે સાચવી રાખી કોઈ લેવા નહીં આવતા આજરોજ સવારે અખ્તર રહેમાન શેખએ પોતાને મળી આવેલ લેપટોપ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જમા કરાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જો કે રીક્ષા ચાલકે પોલીસને જમા કરાવેલ લેપટોપ ચોરીનું હોવાનું બહાર આવ્યું છે.ગતરોજ  બપોરે ભાગ્યોદય હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ  કારનો કાચ તોડી કારમાંથી લેપટોપની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે ત્યારે તસ્કરને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે
Latest Stories