અંકલેશ્વર : ઉદ્યોગ મંડળની ચૂંટણીનો ધમધમાટ,સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
  • ઉદ્યોગ મંડળની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

  • 20 જૂને યોજાશે મતદાન અને ગણતરી

  • 10 બેઠકો પર 20 ઉમેદવારો વચ્ચે જંગ

  • સહયોગ અને વિકાસ પેનેલ વચ્ચે ચૂંટણી જંગ

  • અસ્તિત્વ અને પ્રતિષ્ઠા માટેનો ચૂંટણી જંગ 

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ યોજાશે.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારો મતદાન કરશે.

ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.અંકલેશ્વર વસાહતના 1300 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે.અને ખાલી પડતી બેઠકો માટે ચૂંટણી યોજાય છે.

AIA સંકુલ ખાતે ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે અને નિર્વિઘ્ને પાર પાડવા માટે મંડપ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે,તો ઉમેદવારોએ પણ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કા સુધીના પ્રયાસો સતત ચાલુ રાખ્યા છે.ઉદ્યોગમંડળમાં હાલમાં સત્તાના સુકાન સંભાળનાર સહયોગ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેનો જંગ છે,તો સતત બે વર્ષથી ઉદ્યોગ મંડળમાં પોતાની દાવેદારી મજબૂત કરતા વિકાસ પેનેલ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનાં જંગ સમાન બની રહેશે.

Latest Stories