અંકલેશ્વર: ઉત્તર ભારતીય સમાજ દ્વારા ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પી છઠ્ઠ પૂજાના પર્વની કરવામાં આવી ઉજવણી

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

  • કારતક સુદ છઠ્ઠના પર્વની ઉજવણી

  • ઉત્તરભારતીય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે

  • ડૂબતા સૂર્યને અર્પણ કરવામાં આવ્યો અર્ઘ્ય

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.અંકલેશ્વરમાં જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠના રોજ છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે.માન્યતા અનુસાર છઠ્ઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે.તો એવી પણ પ્રચલિત કથા છે કે જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામરાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક છઠ્ઠનું વ્રત કર્યું હતું અને સૂર્યદેવની પૂજા-અર્ચના કરી હતી. સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા-આરાધના કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.જેથી છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે.અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાનું સાંજનું અર્ઘ્ય આપવામાં આવ્યો હતો જયારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે આ પછી વ્રતના પારણાં કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું