-
અંકલેશ્વરમાં કાર્યરત છે નવદુર્ગા મિત્ર મંડળ
-
છેલ્લા 35 વર્ષથી કરે છે સેવાકાર્યો
-
ઉત્સવો માટે ઉદ્યોગો તરફથી મળે છે દાન
-
દાનની રકમમાંથી વિદ્યાર્થીઓને કરાય છે નોટબુક વિતરણ
-
શૈક્ષણિક કીટનું પણ કરાય છે વિતરણ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા ઉજવાતા વિવિધ ઉત્સવોમાં મળેલા દાનની રકમમાંથી બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા 35 વર્ષથી નવદુર્ગા મિત્ર મંડળ કાર્યરત છે.નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી ઉત્સવ, ગણેશ ઉત્સવ સહિત અનેક ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં તેમને ઔદ્યોગિક એકમો તરફથી દાન આપવામાં આવે છે.આ દાનમાં મળેલ રકમમાંથી તેઓ દ્વારા રાહતદરે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષ આ રીતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે.
આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાય છે.છેલ્લા 35 વર્ષથી સેવાનું ઉમદા કાર્ય કરી રહેલ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આવા અનેક વિધ સેવા કાર્યો કરવામાં આવે છે.જેને લોકો આવકારી રહ્યા છે. આ સેવા કાર્યોમાં મંડળના પ્રમુખ ભગવાન પટેલ,પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ, ઉદય નકુમ સહિતના આગેવાનોનો સહયોગ સાંપડી રહ્યો છે.