અંકલેશ્વર: આંબેડકર જયંતિ નિમિત્તે MPના મઉ સુધી યોજાયેલ પદયાત્રાની પુર્ણાહુતી, સંવિધાન જાગૃતિ માટે યોજાય હતી યાત્રા

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • આંબેડકર જયંતિ નિમિત્તે આયોજન

  • મઉ સુધી 480 કી.મી.ની યોજાય પદયાત્રા

  • સંવિધાન જાગૃતિ અર્થે પદયાત્રાનું આયોજન

  • પદયાત્રાની કરાય પુર્ણાહુતી

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી હતી
ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મઉ ખાતે પહોંચ્યા બાદ પરત અંકલેશ્વર આવી હતી જ્યાં ભગવાન બિરસા મુંડા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
લઘુમતી સમાજના આગેવાન નફીશખાન પઠાણ દ્વારા આ પદયાત્રા કરવામાં આવી હતી.480 કિ.મી.ની યાત્રા સંવિધાન બચાવો – જળ, જંગલ, જમીન બચાવોના ઉદ્દેશ સાથે યોજાઈ હતી. પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી./એસ.સી.) સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર, અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.