અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી GIDC તરફ જતો માર્ગ 28 દિવસ માટે બંધ કરાયો, બિસ્માર માર્ગનું કરાશે સમારકામ

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 

New Update
  • અંકલેશ્વરમાં વહીવટી તંત્રનું જાહેરનામુ

  • રાજપીપળા ચોકડીથી GIDC જતો માર્ગ બંધ

  • માર્ગનું સમારકામ કરવામાં આવશે

  • 28 દિવસ માટે માર્ગ બંધ કરવાનો નિર્ણય

  • વાહનચાલકો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુમાં GIDC વિસ્તારને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમયની વિવાદમાં હતો. નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રોડ બનાવવામાં માટે કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી. જેને લઇ એક તરફનો રોડ બન્યો હતો, જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો. જેને લઇ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી. તેમજ રોડ ન બનતા ઉડતી ધૂળ લોકો માટે સમસ્યારૂપ બની હતી. આ અંગે સ્થાનિક સ્ટે લેનાર ઈસમ જોડે નોટીફાઈડ વિભાગએ વાટાઘાટ કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે. જેને લઇ નોટીફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી. જે અંગે અંતે અધિક કલેકટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે. 
તો બીજી તરફ, GIDC વિસ્તારમાં આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર GIDC તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ  થઇ  દેસાઈ પેટ્રોલ પંપથી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે. તો અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઇ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. આ તરફ, સુરતથી અંકલેશ્વર GIDC વિસ્તાર તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઇ GIDC વિસ્તાર તરફના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.