અંકલેશ્વર: મીરાનગર નજીક ટ્રકે દંપત્તીને અડફેટે લીધું, પતિનું મોત

મીરા નગરની લાઈફ લાઇન હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પતિનું મોત નીપજયું હતું.

New Update
Dead

અંકલેશ્વર-રાજપીપળા રોજ ઉપર મીરા નગરની લાઈફ લાઇન હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પતિનું મોત નીપજયું હતું.

અંકલેશ્વરના ગડખોલ ગામની નવજીવન સોસાયટીમાં 50 વર્ષીય રાકેશ સિંગ બંસીલાલ સિંગ પોતાની પત્ની સરોજદેવી સાથે બાઇક નંબર-જી.જે.16.સી.સી.7030 લઈ મીરા નગર ખાતે ગત તારીખ-9મી જૂનના રોજ નીકળ્યા હતા જેઓ કામ પૂર્ણ કરી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમ્યાન અંકલેશ્વર-રાજપીપળા રોજ પર મીરા નગરની લાઈફ લાઇન હોસ્પિટલ નજીક પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને પ્રથમ ઇ.એસ.આઈ.સી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાકેશ સિંગની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે ભરુચ ત્યાંથી વડોદરા જે બાદ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી