અંકલેશ્વર: ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે વિપશ્યના સાધના પરિચય કાર્યક્રમ યોજાયો

ધમ્મ નર્મદા વિપશ્યના ધ્યાન કેન્દ્ર દ્વારા વિપશ્યના સાધના પરિચય કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે યોજાયો હતો જેમાં વિપશ્યના સાધના પરિચય અંગે માહિતી આપવામાં આવી હતી

New Update
Dhamma Narmada Vipassana Center
વિપશ્યના ભારતની પ્રાચીન સાધના વિધિ છે.હાલ સ્પર્ધાત્મક જીવનશૈલીમાં વિપશ્યના જીવન જીવવાની જડીબુટ્ટી સામાન છે.જેના ભાગરૂપે ઝઘડિયાના ઉચેડીયા ગામમાં આવેલ ધમ્મ નર્મદા વિપશ્યના ધ્યાન કેન્દ્ર દ્વારા વિપશ્યના સાધના પરિચય કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે યોજાયો હતો જેમાં વિપશ્યના સાધના પરિચય અંગે માહિતી આપવામાં આવી હતી અને તેના ફાયદા અંગે જણાવવામાં આવ્યું હતું.