New Update
/connect-gujarat/media/media_files/2025/03/24/Vpmiaqq4X4a0ydXQfmdK.png)
અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામે શેરડીના ખેતરમાં જંગલી ભૂંડે હુમલો કરતા શ્રમજીવીનું કરુણ મોત નિપજ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામે રહેતા કનુભાઈ પરમારના ખેતરમાં શેરડી કાપણી માટે શ્રમજીવીઓ દ્વારા શેરડી સળગાવવામાં આવી હતી આગ બીજા ખેતરમાં ન લાગી જાય તેની તકેદારી લેવા માટે કેટલાક શ્રમજીવીઓ ખેતરના શેઢા પર ઉભા હતા એ દરમિયાન શેરડીના ખેતરમાંથી જંગલી ભૂંડ આવતા તેણે વિશાલ નામના બાળક પર હુમલો કર્યો હતો આ દ્રશ્ય જોતા વિશાલના પિતા 40 વર્ષીય રવિન્દ્ર વલવી તેને બચાવવા માટે ગયા હતા તે દરમિયાન ભૂંડે એમના પર પણ હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં તેઓનું કરુંણ મોત નીપજ્યું હતું.
આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની હદ પર આવેલા સુરતના ગામોમાં ભૂંડના હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે ખેડૂતોએ સાવચેત રહેવા સાથે ભૂંડના હુમલા અંગે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
Latest Stories