New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
લાયન્સ સ્કૂલ દ્વારા આયોજન કરાયું
શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરી
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા કમ્યુનિટી ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ સ્કૂલ ગુજરાતી માધ્યમ શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મિટ્ટી કી મહક થીમ પર યોજાયેલા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોકસંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી જેમાં દેશ પ્રેમના રંગ જોવા મળ્યા હતા.
આ પ્રસંગે જયશ્રી એરોમેટિક કંપનીના નિલ પટેલ,હસમુખ પટેલ,મંગલમ ગ્રુપના ભરત પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ટ્રસ્ટના ચેરમેન જશુ ચૌધરી, લાયન્સ ક્લબના પ્રોજેક્ટ ચેરમેન લાયન પ્રકાશ વેકરિયા સહિત લાયન્સ પરિવારના સભ્યો, શાળા સંચાલકમંડળ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories