New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા
ગટ્ટુ વિદ્યાલયના એન્યુઅલ ડેની ઉજવણી
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલયના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અંકલેશ્વર સ્થિત શ્રી ગટ્ટુ વિદ્યાલયના પ્રાંગણમાં “Gurukul સંગ Google” થીમ આધારિત 13મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિ સાથે 21મી સદીની આધુનિક કુશળતાઓને જોડતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બીજીપી હેલ્થકેરના ડિરેકટર જયેશ પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,અશોક પંજવાણી, શાળાના કન્વીનર અશ્વની સક્સેના, ટ્રસ્ટના જોઇન્ટ સેક્રેટરી તથા સહ-કન્વીનર સુભાષ પટેલ, રાજુ મોદી તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories