New Update
ભરૂચના જુના તવરા ગામે આયોજન
સરસ્વતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો
શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
ભરૂચ જુના તવરા ગામે આવેલ ઝેડ.જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
ભરૂચના જુના તવરા ગામે ઝેડ.જે. પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલમાં દ્વિતીય વાર્ષિકોત્સવ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાસ-ગરબા, આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા. હાલના ડિજિટલ અને મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ વધુ સમય મોબાઈલમાં વ્યતિત કરે છે તેને ધ્યાને લઈ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી “મોબાઈલનો ઓછો અને જરૂરી ઉપયોગ” કરવાનો સંદેશ અપાયો હતો.
કાર્યક્રમ દરમિયાન જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જીગ્નાશા ગોસ્વામીએ “પ્રોજેક્ટ શિક્ષા” અંતર્ગત શાળાના ટ્રસ્ટી મનહર પરમારને ₹1,25,000 નો ચેક અર્પણ કરી વિધાર્થીના ઉજ્જવલ શૈક્ષણિક ભવિષ્યના વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે જુના તવરા ગામ પંચાયતના સરપંચ જાગૃતી પરમાર, શાળાના ટ્રસ્ટી મનહરસિંહ પરમાર, સામાજિક અગ્રણીઓ ગણપતસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories