New Update
ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે આયોજન
વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન કરાયું
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે કરાય ચર્ચા
પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચના વિભાગીય પોલીસ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો. ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે નેત્રંગ,વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી અને ઇસ્પેકશન કરવામાં આવ્યું હતું.
જે બાદ ગામના આગેવાનો અને સરપંચો સાથે કાયદો વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો.આ વાર્ષિક ઇસ્પેકશન અને લોક દરબારમાં પી.આઈ. એમ.બી.તોમર,સેકેન્ડ પી.આઈ. કે.એમ.ચૌધરી,પી.એસ.આઈ. ડી.વી.ગામીત અને પી.એસ.આઈ. એસ.આર.વસાવા તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories