અંકલેશ્વર: ઉટીયાદરા ગામની શિલાલેખ સોસા.માંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ

પોલીસે અગાઉ 6 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ કોસંબાના તરસાડી ગામનો મહેશ ઉર્ફે કબૂતર ચંદુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
Foreign Liqour Seize-
અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો ગત તારીખ-3જી મેના રોજ કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમી ભરૂચ એલસીબીને મળતા પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.06 લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 6 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ કોસંબાના તરસાડી ગામનો મહેશ ઉર્ફે કબૂતર ચંદુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories