New Update
ભરૂચની દુધધારા ડેરીની આવતીકાલે ચુંટણી
ચૂંટણી પૂર્વે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન
સહકારી સંસ્થાઓના શુદ્ધિકરણની કરી વાત
ભાજપના જ 2 નેતાઓ છે આમને સામને
જેની પાસે પૈસા વધુ હશે એ ચૂંટણી જીતશે: સાંસદ
ભરૂચની દુધધારા ડેરીની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલપાથલ વચ્ચે દુધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે.
મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે, કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ રહી છે. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદ ફરોત થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે.સાંસદે દાવો કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને અવગણવામાં આવી રહી છે. જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી છે.
આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 દિગગજો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ ખેલાશે.
Latest Stories