ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન
મહેસાણાના રબારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયોજન
શ્રાવણ સુદ ચૌદસ નિમિત્તે ભંડારાનું ભવ્ય આયોજન કરાયું
સાધુ-સંતોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરાય
મોટી સંખ્યામાં હાજર શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મહેસાણાના રબારી પરિવાર દ્વારા શ્રાવણ સુદ ચૌદસ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત પરિક્રમાવાસીઓએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મહેસાણા જિલ્લાના પોરબંદર ગામના વતની વસાભાઈ રબારી પરિવાર દ્વારા છેલ્લા 37 વર્ષથી શ્રાવણ સુદ ચૌદસ નિમિત્તે પરિક્રમાવાસીઓ અને સાધુ-સાંતો સહિત અનેક શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.
આ સાથે જ પરિવારના મોભી માલજીભાઈ રબારી દ્વારા તમામ સાધુ-સંતો અને પરિક્રમાવાસીઓને આવકાર આપવામાં આવતો હોય છે. વધુમાં સાધુ-સંતોને વસ્ત્રદાન, અન્નદાન સહિત અનેક જીવન જરૂરી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે, ત્યારે આજરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત પરિક્રમાવાસીઓએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.