/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
નવરાત્રીમાં દુર્ગા સ્વરૂપ કન્યા પૂજનનુંછે મહત્વ
ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયું કન્યા પૂજન
આંગણવાડીની કન્યાઓનું કર્યું પૂજન
કન્યા પૂજન સાથે આપવામાં આવી ભેટ
ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સભ્યોની વિશેષ ઉપસ્થિતિ
અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનોકાર્યક્રમ યોજાયો હતો.
નવરાત્રી પર્વ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યોછે,જગત જનની માઁ અંબાની આરાધના આ પર્વમાં કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ છે.ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના સાથે શક્તિસ્વરૂપા કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.અને નાની બાળાઓને આ પ્રસંગે ભેટ પણ આપવામાં આવી હતી.આ શુભ અવસરેભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખાનામહિલાસંયોજિકાઅનંતા આચાર્ય,પ્રાંત મહિલા સહ સંયોજિકા રૂપલ જોશી, મહિલા સભ્ય લેખા જોશી તેમજ રીમા વ્યાસ અને આંગણવાડી કેન્દ્રના દિવ્યાબેન સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/11/aa-2025-07-11-21-36-13.jpg)
LIVE