અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે આંગણવાડીમાં કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update

નવરાત્રીમાં દુર્ગા સ્વરૂપ કન્યા પૂજનનું છે મહત્વ 

ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયું કન્યા પૂજન 

આંગણવાડીની કન્યાઓનું કર્યું પૂજન 

કન્યા પૂજન સાથે આપવામાં આવી ભેટ

ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સભ્યોની વિશેષ ઉપસ્થિતિ 

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

નવરાત્રી પર્વ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે,જગત જનની માઁ અંબાની આરાધના આ પર્વમાં કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ છે.ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના સાથે શક્તિસ્વરૂપા કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.અને નાની બાળાઓને આ પ્રસંગે ભેટ પણ આપવામાં આવી હતી.આ શુભ અવસરે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખાના મહિલા સંયોજિકા અનંતા આચાર્ય, પ્રાંત મહિલા સહ સંયોજિકા રૂપલ જોશીમહિલા સભ્ય લેખા જોશી તેમજ રીમા વ્યાસ અને આંગણવાડી કેન્દ્રના દિવ્યાબેન સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 

#Ankleshwar #Navratri #BVP #Bharat Vikash Parishad #Kanya Pujan program
Here are a few more articles:
Read the Next Article