ભરૂચ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 10 પોલીસકર્મીઓને રેન્જ IGના હસ્તે કરાયા સન્માનિત

વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા.

author-image
By Connect Gujarat Desk
10 પોલીસકર્મીઓને IG સંદીપસિંહના હસ્તે કરાયા સન્માનિત

10 પોલીસકર્મીઓને IG સંદીપસિંહના હસ્તે કરાયા સન્માનિત

New Update
વડોદરા રેન્જ આઇ.જી.પી.  સંદિપસિંહે  લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ પ્રક્રિયા દરમ્યાન ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ઠ, સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનીત કર્યા કર્યા હતા તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ન્યાયીક અને મુકત વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય બની રહે અને આ ચુંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
જે અંતર્ગત છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજયના-૩, ઉત્તરપ્રદેશ રાજયના-૩, મહારાષ્ટ્રના-૨, હરીયાણા-૧, સુરત-૧ અને છોટાઉદેપુર-૧ ના મળી કુલ-૧૧ આરોપીઓને પકડી પકડવાની ઉત્કૃષ્ટ, પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના (ભરૂચ જીલ્લાના-૯ અને વડોદરા ગ્રામ્ય જીલ્લાના ૧ પોલીસ કર્મચારી મળી) કુલ-૧૦ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઇ.જી.પી.  સંદિપ સિંહે બિરદાવી, ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા.
૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર વડોદરા રેન્જના પોલીસ કર્મચારીઓના નામોની યાદી
શંકરભાઇ કલજીભાઇ
શિનોર પો.સ્ટે.
જી.વડોદરા ગ્રામ્ય
 દિનેશભાઇ હરીસિંહ
 નબીપુર પો. સ્ટે
 જી.ભરૂચ
 
 અશોકભાઇ કાનજીભાઇ
  નબીપુર પો.સ્ટે
  જી.ભરૂચ
   
 કાનુભાઈ શામળાભાઇ
ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે.
જી.ભરૂચ
 ધવલસિંહ લાલજીભાઇ
ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે.
 જી.ભરૂચ
 મગનભાઈ દોલાભાઈ
 પેરોલ ફર્લો સ્કવોર્ડ
 જી.ભરૂચ
 ભોપાભાઇ ગફુરભાઇ
 વાગરા પો.સ્ટે.
 જી.ભરૂચ
 ભરતદાન કરશનદાન
 વેડચ પો.સ્ટે.
 જી.ભરૂચ
 તળસાભાઇ ગમાનભાઇ
 વેડચ પો.સ્ટે.
 જી.ભરૂચ
 બુધાભાઇ દિપાભાઇ
 અંકલેશ્વર શહેર એ ડીવીઝન
 જી.ભરૂચ
#Bharuch Police #Gujarat Police #IG Sandeep Singh #ભરૂચ પોલીસ #Rang IG Bharuch #પોલીસ કર્મચારી
Here are a few more articles:
Read the Next Article