ભરૂચ: ડીલેવરી બોયની કરતૂત બોક્ષમાંથી 11 આઈફોન કાઢી લઈ સાબુ મૂકી દીધા

ભરૂચની મનુબર ચોકડી નજીક આવે પ્રાઇવેટ મીલેટરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના જનરલ મેનેજરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં  છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.

New Update
Mobile Phone Online Order Fraud
ભરૂચમાં એમેઝોન કંપનીના ડીલેવરી બોક્સમાંથી 11 આઈફોન કાઢી લઈ તેની જગ્યાએ સાબુ મૂકી રૂપિયા 15.10 લાખની છેતરપિંડી કરનાર ડીલેવરી બોય સામે પોલીસ ફરિયાદ નોંધાય છે.
ભરૂચની મનુબર ચોકડી નજીક આવે પ્રાઇવેટ મીલેટરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના જનરલ મેનેજરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં  છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર કંપનીમાં ડીલેવરી એસોસિયેટ તરીકે કામ કરતા અને ભરૂચના વડવા ગામના રહેવાસી એઝાજ મુબારક પટેલ કંપનીમાં આવેલ એમેઝોન કંપનીના પાર્સલની ડીલેવરીનું કામ કરે છે.
એઝાજ પટેલે અલગ અલગ સમય ડીલેવરી બોક્સમાંથી આઈફોન કાઢી લઈ તેની જગ્યાએ સાબુ મૂકી દીધા હતા.આ અંગેની જાણ એમેઝોન કંપની સત્તાધીશોને કરવામાં આવતા તેઓએ ટેકનિકલ સર્વેલન્સ કર્યું હતું.જેમાં એઝાજ પટેલે જ આઈફોન કાઢી લઈ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું.જેના પગલે તેની સામે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં  રૂપિયા 15.10 લાખની કિંમતના 11 આઈફોનની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.
Latest Stories