ભરૂચ : CET-2025 પરીક્ષાની મેરીટ યાદીમાં આવનાર 125 વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરાયું...

મિશન બુનિયાદ” પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જીલ્લાના ધોરણ-5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનો સન્માન અને ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો

New Update
  • વેલ્ફેર હોસ્પીટલ ખાતે યોજાયો સન્માન-ઈનામ વિતરણ સમારોહ

  • WBVF શિક્ષણ સમિતિ સંચાલિત પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • CET -2025 પરીક્ષામાં મેરીટ યાદીમાં આવનાર વિદ્યાર્થીઓનું સન્માન

  • 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું

  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તાર સ્થિત વેલ્ફેર હોસ્પીટલ ખાતેWBVF શિક્ષણ સમિતિ સંચાલિતમિશન બુનિયાદ” પ્રોજેક્ટ અંતર્ગતCET -2025 પરીક્ષામાં મેરીટ યાદીમાં આવનાર વિદ્યાર્થીઓના સન્માન અને ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ વેલ્ફેર હોસ્પીટલ ખાતેWBVF શિક્ષણ સમિતિ સંચાલિતમિશન બુનિયાદ” પ્રોજેક્ટ અંતર્ગતCET -2025 પરીક્ષામાં મેરીટ યાદીમાં આવનાર ભરૂચ જીલ્લાના ધોરણ-5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનો સન્માન અને ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આનથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગતમિશન બુનિયાદના” હેડ યાકુબ સાહેબ ઉઘરાદારએ કર્યુ હતું. ત્યારબાદ બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. મિશન બુનિયાદએ અત્યાર સુધી શું કામગીરી કરીકેટલી પરીક્ષાઓ લીધી અને મિશન બુનિયાદ કાર્યક્ષેત્ર હેઠળની શાળાના કેટલા વિદ્યાથીઓ મેરીટ યાદીમાં આવ્યા તેની વિસ્તૃત સમજ આપીવામાં આવી હતી.

મિશન બુનિયાદના સભ્ય ફરીદાબેન કડવાએ મહેમાનોનું પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કર્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓનેCET પરીક્ષા અને સરકારની યોજના વિશે સમજ આપી મિશન બુનિયાદ ટીમની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાંWBVFના તમામ હોદ્દેદારોસરકારના પ્રતિનિધી તરીકે અધિકારીગણ જેમાં જંબુસર અને આમોદનાTPEO, આમોદ અને ભરૂચનાBRC કોર્ડિનેટર, CET જીલ્લા નોડેલ અધિકારીસામાજીક કાર્યકર્તાઓતાલુકા સંયોજકોગામ સંયોજકોઆગેવાનોટીમ મેમ્બર્સશાળાના આચાર્યઓશિક્ષકોવિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.