New Update
-
આતંકી હુમલા બાદ મહત્વનો નિર્ણય
-
પાકિસ્તાની નાગરિકોને મોકલાશે પરત
-
ભરૂચ જિલ્લામાં પણ પાકિસ્તાની નાગરિકો
-
14 પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા ધરાવે છે
-
પોલીસ દ્વારા પરત મોકલવાની કવાયત
આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે 14 જેટલા પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા મારફતે ભરૂચ જિલ્લામાં હોવાના આંકડા બહાર આવ્યા છે.
કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે 14 પાકિસ્તાની નાગરિકો લોન્ગ ટર્મ વિઝા મારફતે હોવાનું બહાર આવ્યું છે.પાકિસ્તાની નાગરિકોના વિઝા માત્ર 27 એપ્રિલ સુધી જ વેલિડ ગણાશે જ્યારે મેડિકલ વિઝાને 29 એપ્રિલ સુધી મંજૂર રાખવામાં આવ્યા છે.આ સાથે ગુજરાતમાં વસતા પાકિસ્તાની નાગરિકોની એક યાદી સામે આવી છે.
આ યાદીમાં લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝાથી 463 પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં હોવાનું માલૂમ પડ્યું છે. ભરૂચ જિલ્લામાં હાંસોતમાંથી પાકિસ્તાની મહિલાને પરત મોકલવામાં આવી હતી ત્યારે હજુ પણ 14 જેટલા પાકિસ્તાનની નાગરિકો લોંગ ટર્મ વિઝા મારફતે ભરૂચ જિલ્લામાં હોવાનો ખુલાસો ગૃહ વિભાગની યાદીમાં થયો છે ત્યારે પોલીસ દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી કરી તેઓને પાકિસ્તાન પરત મોકલવાની કવાયત શરૂ કરવામાં આવી છે.