ભરૂચ: 14મો ગરીબ કલ્યાણ મેળો યોજાયો,લાભાર્થીઓને રૂ.101 કરોડની સાધન સહાયનું વિતરણ

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના 14માં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update

ભરૂચમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન

રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત

રૂ.101 કરોડની સાધન સહાયનું વિતરણ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના 14માં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ  જિલ્લાના લાભાર્થીઓને જુદા- જુદા ૧૫ જેટલા વિભાગોના રૂપિયા 101 કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની  યોજનાઓ પૈકી માનવ ગરીમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનઆયુષ્યમાન કાર્ડ,સમાજ સુરક્ષા યોજના,વિદ્યાસાધના,ગંગા સ્વરૂપ, ખેતી સહાય તેમજ લાભાર્થી કીટસહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધનસહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,અધિક કલેક્ટર એન.આર.ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાનો આ 14 મો તબક્કો છે ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં રૂ.101 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે
Latest Stories