New Update
ભરૂચના દહેજ નજીક આવેલ કૂકડો કેમિકલ કંપનીમાંથી રૂપિયા એક લાખની કિંમતના સામાન થયેલી ચોરીના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના દહેજ નજીક આવેલ કૂકડો કેમિકલ કંપનીમાં 12 મી સપ્ટેમ્બરના રોજ તસ્કરોએ ત્રાટકી પતરાની રૂમમાંથી મિકેનિકલ પાઈપિંગ મટીરીયલને લગતા રૂપિયા એક લાખની કિંમતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.જેમાં પોલીસે બાતમીના આધારે બોલેરો પીક અપને રોકી તપાસ કરતા બોલેરો પીક અપમાંથી બે ઈસમો મળી આવ્યા હતા અને અંદર રહેલા સામાન અંગે સઘન પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.આથી પોલીસે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અમીન ખાન પઠાણ અને બિહારના રહેવાસી રાજન રાયની ધરપકડ કરી હતી તેઓની આકરી પૂછપરછમાં તેઓએ કંપનીમાંથી સામાનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 3.10 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે આ ગુનાના અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories