ભરૂચ: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે સરકારી કચેરીઓમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

શહીદ દિન નિમિતે સરકારી કચેરીમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

New Update
  • આજે તારીખ 30મી જાન્યુઆરી

  • ગાંધી નિર્વાણ દિવસ

  • સરકારી કચેરીઓમાં યોજાયો કાર્યક્રમ

  • બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

  • મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચ મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિન તરીકે મનાવાતા કલેકટર કચેરી સહિત  સરકારી કચેરીઓમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યુ હતુ. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજરોજ તા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન નિમિતે સરકારી કચેરીમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
આવી જ રીતે ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે પણ શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમા નગરપાલિકાના કર્મચારીઓએ પણ મૌન પાળી મહાત્મા ગાંધી તેમજ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
Latest Stories