ભરૂચ: શુકલતીર્થ માર્ગ પર બાઈક વૃક્ષ સાથે ભટકાતા 2 યુવાનોના મોત

ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર  નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતાં બંને આશાસ્પદના મોત નિપજ્યાં હતા 

New Update
bike acdt

ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર  નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતાં બંને આશાસ્પદના મોત નિપજ્યાં હતા 

ભરુચ તાલુકાનાં નિકોરા ગામના તાડકુંડી ફળિયામાં રહેતા 28 વર્ષીય કમલેશ જયંતી વસાવા ગત રોજ રાતે 11:30 કલાકે પોતાના મિત્ર વિપુલ પટેલની બાઇક નંબર-જી.જે.16.ડી.આર.3320 લઈ અન્ય મિત્ર 21 વર્ષીય મયુર લાલાભાઈ પટેલ સાથે ઝાડેશ્વર ચોકડી ખાતે જમવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર ઝાડ સાથે બાઇક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.રાતે નીકળેલ બંને યુવાનો સવાર સુધી પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરતાં બંનેનું અકસ્માતમાં મોત નીપજયું હોવાનું જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. 
Latest Stories