ભરૂચ: દહેજની સ્ટર્લીંગ લિમિટેડ કંપનીમાં 3 કર્મચારીઓ પર કેમિકલ ઉડતા સારવાર અર્થે ખસેડાયા

ગુજરાત | Featured | સમાચાર,ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લીંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમ્યાન પ્રેસર પંપ ફાટી જતા કેમિકલ વછુટ્યુ હતું જેમાં 3 કામદારોને ઇજા થઇ હતી.

New Update
ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતનો બનાવ
સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં બની ઘટના
કેમિકલ ઉડતા કર્મચારીઓને અસર
સારવાર અર્થે ખસેડાયા
પ્રેશર પંપ ફાટતા સર્જાય દુર્ઘટના
ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લીંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમ્યાન પ્રેસર પંપ ફાટી જતા કેમિકલ વછુટ્યુ હતું જેમાં 3 કામદારોને ઇજા થઇ હતી.
ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં રવિવારના રોજ રાત્રીના સમયે  મેઇન્ટનન્સની કામગીરી ચાલી રહી હતી.આ દરમ્યાન અચાનક જ પ્રેશર પંપ ફાટી ગયો હતો અને તેમાંથી કેમિકલ વછુટયું હતું.પ્રેશર સાથે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલ ત્રણ કામદારોને આંખના અસહ્ય પીડા થઈ હતી આથી ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં કર્મચારીઓ પર મેથેન સલ્ફોનિક એસિડ ઉડયું હોવાનું બહાર આવ્યું છે.બનાવની વધુ તપાસ સેફટી એન્ડ હેલ્થ વિભાગ કરી રહ્યું છે
Latest Stories