New Update
/connect-gujarat/media/media_files/2025/09/05/migration-2025-09-05-18-13-55.jpg)
ભરૂચ જિલ્લામાં નદીકાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક કામગીરીમાં જોડાયા છે. ખાસ કરીને ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી ગુલબાઇ ટેકરીની બાજુમાં નર્મદા નદીના પૂરના પાણી ફરી વળતા કિનારે રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આ અંગેની જાણ થતાં જ ભરૂચ સી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.એ.ડોડીયા દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યો હતો.ભારે જહેમત બાદ પોલીસ સ્ટાફે અંદાજિત 30 લોકોને સલામત રીતે બહાર કાઢી સ્થળાંતર કર્યું હતું.બચાવાયેલા તમામ લોકોને કસકની મિશ્રશાળામાં તાત્કાલિક રીતે રાખવામાં આવ્યા છે.પોલીસ દ્વારા કરાયેલી આ ઝડપી અને પ્રસંસનીય કામગીરીને કારણે સ્થાનિક નાગરિકોએ તેમની પ્રશંસા કરી છે.
Latest Stories