/connect-gujarat/media/media_files/2025/04/17/KzUJfuTAxgjDcTpvnMhS.jpg)
ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીકથી બ્લેકટ્રેપ ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતા વાહનો સીઝ કરી રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત રીતે વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી ખાણ ખનીજ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી-ભરૂચની સૂચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી-ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા. 14 અને 15 એપ્રિલ-2025ના રોજ ભરૂચની એબીસી ચોકડી ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતાં 5 વાહનોને સીઝ કરી રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે આ તમામ વાહનો જીલ્લા સેવા સદન-ભરૂચ ખાતે રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ, ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાયેલ કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.