ભરૂચ: ખરચના દત્તાશ્રય આશ્રમમાં આયોજિત સહસ્ત્રકુંડી હનુમંત યાગ દરમ્યાન હનુમાન ચાલીસાના 50 હજાર પાઠ કરાશે

ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તા 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના ખરચ ગામ નજીક આવેલો છે આશ્રમ

  • દત્તાશ્રય આશ્રમમાં આયોજન

  • 1008 સહસ્ત્રકુંડી હનુમંત યાગનું આયોજન

  • હનુમાનચાલીસાના 50 હજાર પાઠ કરાશે

  • એશિયા બુક ઓફ રેકોર્ડમાં મળશે સ્થાન

Advertisment
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તા 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ આશ્રમ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ દત્તાશ્રય આશ્રમ ખાતે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા સૌ પ્રથમ વખત આ મહાયજ્ઞ યોજાશે જેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
આ માટે 1008 જેટલા યજ્ઞકુંડ પણ બનાવવામાં આવ્યા છે. આ હનુમાન યાગ દરમિયાન 10 લાખથી વધુ આહુતિ આપવામાં આવશે તો સાથે જ હનુમાન ચાલીસાના 50,000થી વધુ પાસ કરવામાં આવશે.સનાતન વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુથી આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
Latest Stories