ભરૂચ: અદ્વૈત વિદ્યાનિકેતનના 7 વિધાર્થીઓએ NEETની પરીક્ષામાં કાઠુ કાઢ્યુ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે.

New Update

મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે લેવાતી NEET ની પરીક્ષામાં ભરૂચની એદ્વૈત વિદ્યાનિકેતનના 7 વિદ્યાર્થીઓએ 720 માંથી 600થી વધુ માર્કસ મેળવી ઝળહળતું પરિણામ મેળવ્યું છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે. દેશભરમાંથી NEET ની પરીક્ષા 23 લાખથી વધુ વિધાર્થીઓએ આપી હતી. ભરૂચ જિલ્લામાં પણ એક હજારથી વધુ છાત્રોએ મેડિકલ પેરામેડિકલમાં પ્રેવશ માટે નીટની પરીક્ષા આપી હતી.ભોલાવમાં આવેલી અદ્વૈત વિદ્યાનિકેતનના મારૂતિ દેલાડા 720 માંથી 686 માર્કસ મેળવી અગ્રેસર રહ્યા હતા. તો અન્ય 6 વિધાર્થીઓમાં જીઆ પટેલે 675, દિવ્યજીત રાજે 646, જશ મહેતાએ 618, હાર્દિક સોસાએ 606, ભવ્ય ભીમડાએ 602 અને ક્રિશા શાહે 600 ગુણ મેળવ્યા છે.અદ્વૈત સાયન્સ પરિવારના 62 વિદ્યાર્થીએ આપેલી નીટની પરીક્ષામાં 16 છાત્રોએ 500 થી વધુ ગુણ હાંસલ કર્યા છે.ડાયરેકટર વિકાસ ત્રિવેદી, આચાર્ય પિયુષ પટેલ સહિત સ્ટાફ પરિવારે નીટમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તમામ છાત્રોનો અભિવાદન સમારોહ શાળા ખાતે યોજી સ્ટાફ, વાલીઓ અને અન્ય વિધાર્થીઓની ઉપસ્થિતિમાં અત્યાર સુધીના આ વખતના રેકોર્ડ બ્રેક પરિણામ બદલ શુભેચ્છા પાઠવી હતી. સાથે જ ઝળહળતું પરિણામ લાવનાર વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય છાત્રો પણ આ વિધાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવી આગામી NEET ની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં નવા કીર્તિમાન પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
Latest Stories