New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
ગોપાલક મંડળ દ્વારા આયોજન કરાયું
-
8મો સમુહલગ્નોત્સવ યોજાયો
-
12 યુગલોએ પ્રભુતામાં ડગ મંડ્યા
-
આગેવાનોએ આપ્યા આશીર્વાદ
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા આઠમાં સમૂહ લગ્ન સૌનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે સતત આઠમાં વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ગોપાલક મંડળના પ્રમુખ દિનેશ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહીર, મહામંત્રી બાલુભાઇ આહીર સહિતના આગેવાનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોએ નવયુગલોને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા