/connect-gujarat/media/media_files/2025/08/28/bharuch-congress-2025-08-28-18-57-48.jpg)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સુજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનોના પ્રમુખની વરણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 3 શહેર સંગઠનના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. આ વરણીમાં કોંગ્રેસે જુના જોગીઓ પર જ ભરોસો રાખ્યો છે.સૌથી ચર્ચાસ્પદ વરણી હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખની છે. હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. આ તરફ અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જૂના જોગી એવા ભુપેન્દ્ર જાનીની કરાઈ છે. તો અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગિરીશ પટેલની વરણી કરવામાં આવી છે.
- અમોદ નરેન્દ્રભાઈ આર. પટેલ
- અંકલેશ્વર ગીરીશભાઈ ડી. પટેલ
- ઝઘડિયા મુકેશભાઈ કે. વસાવા
- ભરૂચ મકબુલ હુસૈન અભલી
- જંબુસર શરદસિંહ ભરતસિંહ રાણા
- હાંસોટ વિજયસિંહ ઠાકોરભાઈ પટેલ
- વાલિયા સંજયસિંહ અટોદરીયા
- વાગરા અસીફભાઈ મહમ્મદભાઈ પટેલ
- નેત્રંગ સુરેન્દ્રભાઈ સી. વસાવા
- અંકલેશ્વર શહેર ભુપેન્દ્રભાઈ મોહનલાલ જાની
- જંબુસર શહેર ઈરફાનભાઈ પટેલ
- આમોદ શહેર મહેશભાઈ બાલુભાઈ પટેલ