ભરૂચ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલેકટર કચેરી ખાતેથી સાયકલ રેલીનું કરાયુ આયોજન

સાયકલ રેલીનું પી.આઈ. પાટીલ અને  યુવા વિકાસ અધિકારી દ્વારા ફ્લેગઓફ કરાવ્યું હતુ સાયકલ રેલીમાં નાના બાળકો સહીત સિનિયર સીટીઝન પણ સાઇકલ પર ફ્લેગ લગાવી વંદે માતરમ અને જય જવાન જય કિશાનના નારા લગાવ્યા

Bharuch Cycle Rally
New Update
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ રોજ ભરૂચ ખાતે કલેકટર કચેરીએથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પી.આઈ. પાટીલ અને  યુવા વિકાસ અધિકારી દ્વારા ફ્લેગઓફ કરાવ્યું હતુ.આ સાયકલ રેલીમાં નાના બાળકો સહીત સિનિયર સીટીઝન પણ સાઇકલ પર ફ્લેગ લગાવી વંદે માતરમ અને જય જવાન જય કિશાનના નારા લગાવ્યા હતા.સાયકલ રેલી ભરૂચ કલેકટર કચેરી થી શરૂ થઈ, રેલવે સ્ટેશન કસક-જ્યોતિનગર પાણીની ટાંકી થઈ કોલેજ રોડ અને ભૃગુ ઋષિ બ્રિજ વગેરે વિસ્તારમાં ફરી કલેકટર કચેરીએ પૂર્ણ થઈ હતી.
      
#ભરૂચ હર ઘર તીરંગ #સાયકલ રેલી #તિરંગા અભિયાન #હર ઘર તિરંગા અભિયાન #Har Ghar Tiranga Abhiyan #Ghar Ghar Tiranga #Har Ghar Tiranga
Here are a few more articles:
Read the Next Article