ભરૂચ: આમોદના આછોદ ગામ નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત, બાઈક સવાર યુવાનનું મોત

ભરૂચથી જંબુસરને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.આમોદ અને આછોદ ગામને જોડતા માર્ગ પરથી પસાર થતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

author-image
By Connect Gujarat Desk
New Update
ભરૂચના આમોદના આછોદ ગામ નજીક સર્જાયો અકસ્માત
બાઈક અને કાર વચ્ચે અકસ્માત
બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું
અન્ય એક યુવાનને પહોંચી ઇજા
આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચના આમોદના આછોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું
ભરૂચથી જંબુસરને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.આમોદ અને આછોદ ગામને જોડતા માર્ગ પરથી પસાર થતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર મિલન પટેલ નામના યુવાનનું ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે બાઈક સવાર અન્ય એક યુવાનને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં લોકોના ટોળા  ભેગા થઈ ગયા હતા. આમોદ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
Latest Stories