ભરૂચ: એ ડિવિઝન પોલીસે લોઢવાડના ટેકરા નજીક ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું, રૂ.1 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીની ધરપકડ

બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે સ્થળ પરથી રોકડા 87 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 8 જુગારીની ધરપકડ કરી..

New Update
Gamblers Arrest
ભરૂચ એ ડિવિઝન પોલીસે લોઢવાડના ટેકરા સિધ્ધનાથ મહાદેવ મંદિર સામેથી આઠ જુગારીયાઓને 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લોઢવાડના ટેકરા સિધ્ધનાથ મહાદેવ મંદિર સામે ખુલ્લી જગ્યામાં મહિલાઓ સહિત કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા 87 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વેજલપુર પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે રહેતો રોહિત નાનું મિસ્ત્રી,ઉમેશ મોહન જાદવ,શિવમ પ્રવીણ મકવાણા,નૈયનાબેન ચંદુભાઈ વસાવા,આનંદ ભીમસિંગ વસાવા અને ગૌરીબેન પ્રવીણ મકવાણા,સલીમ હુસેન કુરેશી તેમજ ઇસ્માઇલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડ્યો હતો..
Latest Stories