ભરૂચ: ઝઘડિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી

ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં  ધારાસભ્યની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

New Update

ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં  ધારાસભ્યની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી સરદ જાની, મામલતદાર રાજેશ પરમાર, સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલિપ વસાવા દ્વારા ગૌચરની જમીનના પ્રશ્નો, કોરીઓમાં ધારાધોરણ વગર ચાલતા ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી.
સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા, તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવ પટેલ દ્વારા ખેડૂતોને 24 કલાક સિંગલ્ફેસ લાઈટ, આરોગ્ય તેમજ રાશનકાર્ડ કે.વાય.સી. માં ઓપરેટરનો વધારો કરવા માટેના મુદ્દા પર રજૂઆત કરાઈ હતી
Latest Stories