ભરૂચ: ઝઘડિયાના અછાલીયા સબ સ્ટેશન પાસે મહાકાય અજગરનું રેસક્યું કરાયું

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા સબ સ્ટેશન પાસે નાળા નજીક એક મહાકાય અજગરને રેસક્યું કરવા આવ્યો હતો.અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી

New Update
અજગર
Advertisment

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા સબ સ્ટેશન પાસે નાળા નજીક એક મહાકાય અજગરને રેસક્યું કરવા આવ્યો હતો. મળતી માહિતી મુજબ અછાલિયા સબ સ્ટેશન પાસેના નાળા નીચે અજગરે દેખાઇ દેતા સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમી ફેજાન કુરેશીને જાણ કરવામાં આવી હતી. 

Advertisment

ત્યાર બાદ જીવદયા પ્રેમી ફેજાન કુરેશી તેમજ ધવલ વસાવા તથા રશિક વસાવા તેઓની ટીમ સાથે તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગન માર્ગદર્શન હેઠળ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી, બાદમાં આ પકડાયેલ અજગરને  જીવદયા પ્રેમીઓ દ્વારા ઉમલ્લા વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો હતો, વન વિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવાયું હતું.

Latest Stories