છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતીની ઉજવણી
મરાઠી મિત્ર મંડળ દ્વારા શિવાજી જયંતિની ભવ્ય ઉજવણી કરાય
શ્રવણ ચોકડીથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી
શિવાજી મહારાજના જીવન ચરિત્રને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ
શિવાજી જયંતિની ઉજવણીમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાયા
છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજી બેન્ડના તાલે શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રાનું મામલતદાર કચેરી સામે સંકટ મોચન હનુમાન મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.