New Update
/connect-gujarat/media/media_files/2025/08/03/umdhara-village-2025-08-03-12-47-25.jpg)
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામની સીમમાં જોવા મળેલા દીપડો આજ સવારે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પૂરાઈ ગયો હતો. દીપડો છેલ્લા થોડા દિવસોથી ગામની આસપાસના કેળાના ખેતરોમાં લટાર મારી રહ્યો હતો જેને કારણે ખેડૂતો અને ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનો અને ખેડૂતોને હાશકારો અનુભવ્યો હતો. આ અંગેની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ દીપડાને કબજામાં લઈ તેને સુરક્ષિત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરી છે.
Latest Stories