ભરૂચ: જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિ રહ્યા

New Update
જિલ્લા પ્રવાસન વિકાસ
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્નારા પૌરાણિક તેમજ ધાર્મિક રીતે મહત્વ ધરાવતા ધર્મસ્થાનોનો સુઘડ વિકાસ થાય તે માટે તેના આયોજન સંદર્ભે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલા વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી.
આ તકે, શુક્લતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડેશ્વર મંદિર,વમલેશ્વર વગેરે સ્થળોએ ચાલતા વિકાસ પ્રોજેક્ટો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.