New Update
/connect-gujarat/media/media_files/2025/04/08/417f5yiRmXIdMHdqDvnI.jpeg)
સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઈન ૨.૦ અભિયાન હેઠળ તા. ૦૪/૦૪/૨૦૨૫થી ૩૧/૦૫/૨૦૨૫ દરમિયાન કરવાની થકી કામગીરીના આયોજન-અમલવારી સંદર્ભે કલેક્ટર કચેરી- ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે તેમજ કુદરતી જળ સંશાધનોને સુદ્રઢ કરવા માટેનો આ ખૂબજ મહત્વનો અભિગમ છે.
આગામી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ચાલનારા આ અભિયાનમાં જિલ્લાના તમામ વિભાગો પોતાના હસ્તકની કામગીરી આયોજનબધ્ધ રીતે કરે અને જળ સંચય, જળ સંગ્રહ માટે ગ્રાઉન્ડ લેવલ પર કાયમી અસ્કયામતો ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
આ અભિયાનની કામગીરીમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/જાળવણી/સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ/વનતળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ટાંકી/સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવાનો રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન આર ધાધલ, ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories